આખી દુનિયાને સોશિયલ નેટવર્કિંગનો ચસકો લગાડનાર ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 31 વર્ષ પુરા કરીને 32માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વિશ્વમાં ઇન્ટરનેટના ઉપયોગ મારફત અસ્તિત્વમાં આવેલા સોશિયલ મીડિયાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે નેટનો ઉપયોગ કરતાં નેટિઝન્સ સરેરાશ આઠ કલાક જેટલો સમય ફેસબુક જેવી સોશિયલ નેટવર્ક સાઇટ્સ પર હિતાવહ છે તેમ એક અહેવાલમાં જાણવા મળ્યું છે. આ અહેવાલ મુજબ દર નવમાંથી એક ફેસબુક યુઝર્સ સરેરાશ દરરોજ આઠ કલાક આ સોશિયલ સાઇટ્સ પર સમય પસાર કરે છે તેમજ દિવસમાં 20 વખત તેનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે. આ સર્વેમાં જાણવા મળ્યું કે મોટા ભાગના યુવાનો તેના ઓનલાઇન દેખાવને લઈને ચિંતામાં રહે છે. 38 ટકા યુવાનોએ સ્વીકાર્યું હતું કે ખરાબ ફોટાને કારણે ટેગ થવાની તેમને સતત ચિંતા રહે છે.
આમ, મસ્તી અને મજાકના ઈરાદા સાથે શરૂ થયેલી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક હવે નેટિઝન્સના જીવનનો હિસ્સો બની ગઈ છે. જોકે ફેસબુક પાછળ પાગલ હોય એવા યુવાનોને પણ એની સાથે સંકળાયેલી આ નવ વસ્તુઓ ખબર નથી હોતી.
1. શું કામ છે બ્લુ રંગ?
ફેસબુકનો ઓફિશીયલ રંગ બ્લુ છે અને કા તેની થીમ આ રંગની આસપાસ જ ફરે છે. આ રંગની પસંદગી પાછળનું મુખ્ય કારણ એ છે કે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ લાલ-લીલા રંગના કલર બ્લાઇન્ડ છે જેનારણ તેઓ આ રંગના શેડ પારખી નથી શકતા. પોતાની આ મર્યાદાને કારણે માર્ક ઝુકરમાર્ગ માત્ર બ્લુ રંગ જ સારી રીતે જોઈ શકતા હોવાના કારણે ફેસબુકની થીમ બ્લુ રંગની પસંદ કરવામાં આવી.
2. માર્ક ઝુકરબર્ગની વોલ સુધીનો રસ્તો
જ્યારે તમે ફેસબુક પર લોગ ઇન કરો છો ત્યારે https://www.facebook.com એવી યુઆરએલ દેખાય છે. આ યુઆરએલની પાછળ /4 લગાવી દેવાથી ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની વોલ સુધી પહોંચી શકાય છે. આ સિવાય જો /5 અથવા તો /6 લગાવી દેવામાં આવે તો ફેસબુકના સહસ્થાપક ક્રિસ હ્યુજ તેમજ ડસ્ટિન મોસ્કોવિટ્સની વોલ પર પહોંચી શકાશે.
3. મૃત્યુ પછી એફબી એકાઉન્ટની ખાસ ટ્રિટમેન્ટ
જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને ફેસબુક પર આ વાતની રિપોર્ટ કરી દેવામાં આવે તો એને સ્મારક ( memorialized account)નો દરજ્જો અપાય છે. ત્યારબાદ આ એકાઉન્ટમાંથી કોઈપણ વ્યક્તિને ફ્રેન્ડ કે અનફ્રેન્ડ નથી કરી શકાતી અને કોઈ જ પોસ્ટ કે ફોટો ડિલીટ નથી કરી શકાતી. નોંધનીય છે કે હાલમાં ફેસબુકમાં લગભગ 30 મિલીયન મૃત લોકોના એકાઉન્ટ છે.
4. એક વ્યક્તિને કોઈ નથી કરી શકતું બ્લોક
ફેસબુક પર વણજોઈતી વ્યક્તિને બ્લોક કરવાની સુવિધા છે. જોકે એક વ્યક્તિ એવી છે જેને કોઈ વ્યક્તિ બ્લોક નથી કરી શકતું અને એ પ્રોફાઇલ છે ખુદ સ્થાપક માર્ક ઝુકરબર્ગની પ્રોફાઇલ. જો કોઈ વ્યક્તિ ઝુકરબર્ગને બ્લોક કરવાનો પ્રયાસ કરે છે તો મેસેજ આવે છે કે " General Block failed error: Block failed."
5. લાઇકની મથામણ
ફેસબુક પર દરેક પોસ્ટ નીચે કમેન્ટ, શેર અને લાઇકનું બટન જોવા મળે છે. હકીકતમાં આ લાઇકના બટનનું નામ પહેલાં 'AWESOME' રાખવામાં આવ્યું હતું પણ મતભેદ પછી એનું નામ LIKE કરી દેવામાં આવ્યું હતું. જોકે આ પછી પણ ઘણા વર્ષો સુધી વિવાદ રહ્યો હતો કે આ નામ ફેસબુકની સ્પર્ધક સાઇટ FriendFeed પરથી લેવામાં આવ્યું છે. જોકે પછી આ વિવાદ ઉકેલી લેવામાં આવ્યો હતો.
6. pokeનો નથી મતલબ
ફેસબુક પર poke નામનું એક ઓપ્શન છે જેનો કોઈ જ મતલબ નથી. હકીકતમાં ફેસબુકે જ pokeનો કોઈ ઉદ્દેશ નક્કી નથી કર્યો. આ ફિચર માત્ર નિર્દોષ મસ્તી માટે જ બનાવવામાં આવ્યું છે.
7. ફેસબુક બની ગયું છે બીમારી
હાલમાં થયેલા એક સર્વે પ્રમાણે મુજબ દર નવમાંથી એક ફેસબુક યુઝર્સ સરેરાશ દરરોજ આઠ કલાક આ સોશિયલ સાઇટ્સ પર સમય પસાર કરે છે તેમજ દિવસમાં 20 વખત તેનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે. આમ, કહી શકાય કે તેમને ફેસબુકની લત લાગી ગઈ છે અને આ બીમારીને FAD તરીકે ઓળખવામાં આવે છે. એક આંકડા પ્રમાણે હાલમાં દુનિયામાં 35 કરોડ લોકો FADનો ભોગ બનેલા છે.
8. જબરદસ્ત વ્યાપ
ફેસબુકનો વ્યાપ જબરદસ્ત છે. અહીં 20 મિનિટમાં લગભગ 10 લાખ લિંક શેયર કરવામાં આવે છે તેમજ 20 લાખ ફ્રેન્ડ રિકવેસ્ટ તેમજ 30 લાખ મેસેજ મોકલવામાં આવે છે. ફેસબુકના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે દેશમાં રોજ લગભગ 82.9 કરોડ લોકો ફેસબુકનો વપરાશ કરે છે. ગયા વર્ષની સરખામણી આ આંકડો 20 ટકા વધારે છે. આ રીતે જ દુનિયામાં લગભગ 64.5 કરોડ લોકો પોતાના મોબાઈલથી ફેસબુકનો વપરાશ કરે છે જે ગયા વર્ષ કરતા 20 ટકા વધારે છે. ભારતની વાત કરીએ તો અહીં ફેસબુકના વપરાશકર્તાઓમાં 40 ટકાનો વધારો થયો છે.
9. અડધી દુનિયા ફેસબુક પર
એક અંદાજ પ્રમાણે આખી દુનિયામાં જેટલા લોકો ઇન્ટરનેટ પર છે જેમાંથી 50 ટકા લોકો ફેસબુક પર જોડાયેલા છે. હાલમાં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની ગણતરી દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિઓમાં થાય છે અને ફોર્બ્સની લિસ્ટ પ્રમાણે ઝુકરબર્ગ 34 અરબ ડોલરની સંપત્તિ સાથે દુનિયામાં 13મા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ છે.

0 comments:
Post a Comment